ચક્ર ઉત્તેજન - ચક્ર એક્ટિવેશન વર્કશોપ - ગુજરાત

નિઃશુલ્ક પાસ પ્રાપ્ત કરવા માટે અહીં ક્લિક કરો


हिंदी में पढ़ने के लिए यहाँ क्लिक करे => bit.ly/CHKUBH

Click Here to read in English => bit.ly/CHKRFB

ચક્ર ઉત્તેજન રાજકોટ માં બપોરે 2.00 થી 5.00



ચક્ર ઉત્તેજન એટલે ચક્ર એક્ટિવેશન

ચક્ર એ આપણા શરીરના ઊર્જા કેન્દ્ર છે, જે શરીર માં પ્રવેશતી અને નિષ્કાશીત થતી ઉર્જા નું નિયંત્રણ કરે છે. જીવન માં બગડતું શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય, સંબંધો માં કડવાશ, આર્થિક તકલીફ, થાક, માનસિક તાણ, ડર, નિષ્ફળતા જેવી નકારાત્મકતા - ચક્રો ની નિષ્ક્રિયતા, અસંતુલન અને બ્લોક ના કારણે હોય છે.

ચક્ર ઉત્તેજન આપણા ભારતનું પ્રાચીન જ્ઞાન છે, જેના દ્વારા આપણે આપણા ચક્રને સક્રિય અને સંતુલિત કરી ખુદનું  જીવન સ્વસ્થ અને સુખી બનાવી શકાય. આ ત્રણ કલાક નો વર્કશોપ ના રૂપે આયોજિત કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય માનવ આવા દુર્લભ જ્ઞાનનો લાભ લઇ શકે. આ વર્કશોપ નું સંચાલન માસ્ટર ટીડી કરે છે, જ્યાં પ્રથમ ચક્ર અને તેના અસંતુલન દ્વારા થતી શારીરિક અને માનસિક સમસ્યાઓની જાણકારી આપવામાં આવે છે. પછી માસ્ટર, બ્રહ્માંડની ઊર્જા દ્વારા તમારા, એક પછી એક પ્રત્યેક ચક્રને એકટીવેટ કરે છે. ભલે તમે ભીડમાં કેમ ના હોવ, આ ઊર્જા સ્વતંત્ર રીતે તમારા પ્રતેક ચક્ર સુધી પહોંચી તેને સક્રિય કરે છે. સામાન્ય રીતે, આવી ક્રિયા અને એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની તક દુર્લભ હોય છે. સામાન્ય લોકો આ તક તો મેળવીજ શકતા નથી, એ માટે જ માસ્ટર ટીડી. એ આ વર્કશોપ નું નિર્માણ કર્યું છે, જેથી દરેક વ્યક્તિ આ અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ખુદનું જીવન સાર્થક બનાવી શકે. આવું જ્ઞાન મેળવવા માટે લોકો હજારો-લાખો રૂપીયા ખર્ચી નાખે છે, તોપણ યોગ્ય અને સાચું જ્ઞાન મેળવી શકતા નથી.

આ જ્ઞાન ભારતીયોનો આર્થાત આપણો વારસો છે. અને અમે પ્રત્યેક વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. આ કરણસરજ, આ વર્કશોપ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે જેથી સામાન્ય માણસ આ દુર્લભ જ્ઞાનનો લાભ લઈ, પોતાના જીવનને વધુ સ્વાસ્થ્યમય, સુખમય, અને આનંદપ્રદ બનાવી શકે.

ચક્ર ઉત્તેજન શીખવું એ બધા માટે અનિવાર્ય છે કે જેઓ આધ્યાત્મિક પ્રગતિ કરવા માંગતા હોય. કુંડલિની જ્ઞાન, થર્ડ આય ઓપનિંગ અથવા આજ્ઞા ચક્ર એક્ટીવેશન, દિવ્ય દૃષ્ટિ હોય કે કોઈ સામાન્ય શક્તિ સાધના હોય, ચક્રોં ને ઉત્તેજિત કર્યા વગર, અસાધ્ય અને નકામી છે. આ જ્ઞાન અને ક્રિયા એ આપણા પૂર્વજો અને ઋષિ - મુનિઓ ની અજમાવેલી - ચકાસાયેલી સિદ્ધિઓ છે. ચક્ર ઉત્તેજના એક અસરકારક પ્રક્રિયા છે, જથી આપ સ્વસ્થ, સુખદ અને આનંદમય જીવન માણી શકો. 

ઘણા પ્રતિભાગીઓ એ ચક્ર ઉત્તેજન થી તેમના જીવન ની વારંવાર ઉદભવતી સમસ્યા જેમ કે માથાનો દુખાવો, સાંધામાં દુખાવો, એસિડિટી, ચીડચડાપણું, ડિપ્રેશન, પીઠનો દુખાવો અને માત્ર ગુસ્સો જ નહીં પણ આર્થિક સમસ્યાઓ થી પણ રાહત મેળવી છે.

જો તમે આ પોસ્ટ વાંચી રહ્યા હોવ, તો એનો અર્થ એ થાય કે તમને ચક્ર ઉત્તેજન માં સહભાગી થવા માટે ની સુવર્ણ તક પ્રાપ્ત થઇ છે ! જો તમે આ વર્કશોપ માં સહભાગી થવા ઇચ્છતા હોવ તો તમે તમારું સ્થાન બુક કરવા માટે નીચે દર્શાવેલ લિંક પર નિઃશુલ્ક પાસ બુકિંગ કરી શકો છો. કોઈ કારણ વશ જો તમે આ ચક્ર ઉત્તેજન વર્કશોપ માં સહભાગી ના થઇ શકતા હોવ, તો કૃપા કરી સીટ બુક ના કરાવશો, જેથી કોઈ અન્ય જ્ઞાન સાધક તેનો લાભ લઈ શકશે.

ચક્ર ઉત્તેજન 10 માર્ચ 2019 (રવિવાર) રાજકોટ આયોજિત કરવામાં આવેલ છે. તો આપના ઉર્જા કેન્દ્રો - 'આપના ચક્ર', ઉત્તેજિત કરી આપના જીવની કમાન ખુદના નિયંત્રણ માં લેવા તૈયાર થઇ જાઓ.




ચક્ર ઉત્તેજન - ચક્ર એક્ટિવેશન વર્કશોપ - ગુજરાત ચક્ર ઉત્તેજન - ચક્ર એક્ટિવેશન વર્કશોપ - ગુજરાત Reviewed by The Soul House on March 08, 2018 Rating: 5

No comments